મીઠી લાગે છે બંસરી
કીર્તનના શબ્દો
મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી (૨)
બંસરી ના નાદે રમુ રાસ રે રંગીલી રસીલી બંસરી
ભર રે નીંદરા માંથી, ઝબકી જગાડતી (૨)
વ્યાકુળ બનાવે દિન રાત રે રંગીલી રસીલી બંસરી - મીઠી
ભુલાવે ઘર કામ, ભુલાવે ભાન સાન (૨)
છોડાવે સાહેલીનો સાથ રે રંગીલી રસીલી બંસરી - મીઠી
ગોલુકમાં ગાજતી, વ્રીન્દાવનમાં વાગતી (૨)
વાગે છે મધુવનમાં ખાસ રે રંગીલી રસીલી બંસરી - મીઠી
શરદ પૂનમની, રઢિયાળી રાતડી (૨)
વલ્લભ રમાડો હવે રાસ રે રંગીલી રસીલી બંસરી - મીઠી