મીઠી મીઠી શહનાઈઓ
કીર્તનના શબ્દો
મીઠી મીઠી શહનાઈઓ ક્યાં વાગે
વાગે વાગે ચંપારણ્ય માંય, વૈષ્ણવો મીઠી શહનાઈઓ ત્યાં વાગે
આજે વલ્લભ પ્રભુનો પ્રાગટ્ય થયો,
બધે થયો છે જયજય કાર, વૈષ્ણ મીઠી શહનાઈઓ ત્યાં વાગે
કોઈ કુમકુમ ને કેસર લાવે છે,
કોઈ લાવે પુષ્પની માળા, વૈષ્ણવો મીઠી શહનાઈઓ ત્યાં વાગે
કોઈ ધોતી ઉપરણા લાવે છે,
આજે વસ્ત્રોનો નહિ પાર, વૈષ્ણવો મીઠી શહનાઈઓ ત્યાં વાગે
કોઈ સોના ખીલૌના લાવે છે,
ઝૂલે પારણીયે લક્ષ્મણકુમાર, વૈષ્ણવો મીઠી શહનાઈઓ ત્યાં વાગે
સહુ વિવિધ સામગ્રી લાવે છે,
આજે આનંદ નો રહ્યો નહિ પાર, વૈષ્ણવો મીઠી શહનાઈઓ ત્યાં વાગે
દાસ વૈષ્ણવોને દર્શન કરવા છે,
આજે પ્રકટ્યા છે પ્રાણ આધાર, વૈષ્ણવો મીઠી શહનાઈઓ વાગે