મોહન મલપંતા ઘેર આવ્યાજી
કીર્તનના શબ્દો
મોહન મલપંતા ઘેર આવ્યાજી, મેં તો લઇને મોતીડે વધાવ્યાજી (૧)
વહાલે મારે કરૂણાની દ્રષ્ટિએ જોયું રે, બાઇ મારે એ વરસું મન મોહ્યું રે
પડયું મારે વલ્લભવર સાથે પાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે,
દુરિજનને કહેવું હોય તે કહેજો રે, વાહાલા મારા રૂદય કમલમાં રહેજો રે,
પ્રીત મારે વલ્લભવર સાથે સાચી રે, હવે મારે બીજી નથી કાંઇ કાચી રે,
ધન્ય ધન્ય શ્રી ગોકુલના વાસી રે, વાહાલાને સંગ રહે વ્રજવાસી રે,
માનુની હલી મલી મંગલ ગાય રે, બલિહારી જાયે માધવદાસ રે