મુક્તિ મળે કે ના મળે
કીર્તનના શબ્દો
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે
મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે
મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે
શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે - મુક્તિ મળે કે
હું પંથ તમારો છોડું નહિ ને દુર ક્યાંયે દોડું નહિ
પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે - મુક્તિ મળે કે
આવે જીવનમાં તડકા કે છાંયા, સુખ કે દુઃખ ના પળછાયા
કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે - મુક્તિ મળે કે
જયારે અંત સમય મારો આવે પ્રભુ, તમે રેહજો આ નૈનોની આડે પ્રભુ
શરણે તમારે આવી ને, મારે મુક્તિ આ જીવની કરવી છે - મુક્તિ મળે કે