← બધા કીર્તન

નાના સરખા શ્રીનાથજી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

નાના સરખા શ્રીનાથજી નાના સરખા છે હાથ

નાની લખૂટી કર ગૃહી, સુંદર શોભે છે નાથ

નાના નાના ગોવાળીયા, નાની સરખી છે ગાય

માથે શીંગડી શોભતી, ગૌધેન ચરાવવા જાય

નાની બંસી આ કર ગૃહી, હરીયા ગોપીના મન

રૂડો નંદજી લાડલો, રૂડું વૃંદા તે વન

નાની નાની મોજડી, નાના સરખા છે પાય

પાયે રણઝણ ઘૂધરી, અણવટ વિછીયા સાર

પ્રભુજીનાં મુખ પર મોરલી વાગે વેણુ રસાળ

સર્વે ગોપીકા મોહીં રહ્યા છે, રોતા મેલ્યા છે બાળ

કાલીંદીને કાંઠડે ઉભા વગાડો છો વેણુ

જવાદોને જાદવા, વ્રજમા થાય છે પોકા૨

આંગળી પ્રભુ મારી ઝાલજો, પ્રભુ ઘ્રુજે મારું અંગ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.