નંદબાબા ને માતા યશોદાજી
કીર્તનના શબ્દો
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં
સોના-રુપા ના અહીં વાસણ મજાના
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુલમાં
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં
છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુલમાં
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં
હીરા-મોતી ના હાર મજાના
ગુંજા ની માળા મારી રહી ગઈ ગોકુલમાં
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં
હીરા-માણેક ના મુકુટ મજાના
મોર-પીછ પાઘ મારી રહી ગઈ ગોકુલમાં
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં
હાથીને ઘોડા અહીંયા જુલે આંબળીયે
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુલમાં
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં
સારંગીના સુર ગુંજે મજાના
વ્હાલી વાંસળી મારી રહી ગઈ ગોકુલમાં
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં
રાધાજી ને આટલું કેજો ઓધવજી
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલમાં
નંદબાબા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મુરતી મારી રહી ગઈ ગોકુલમાં