← બધા કીર્તન

ઓ બંસીવાલા, ઓ નંદલાલા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ઓ બંસીવાલા, ઓ નંદલાલા, તારી ઝાંખી કરવા આવી છું

મારા હાથમાં તાંમ્બા કુંડીઓ છે, હું સ્નાન કરાવવા આવી છું

જરા સ્નાન કરોને નંદલાલા, હું કેસરિયા વાંધા લાવી છું

મારા હાથમાં ફૂલની થાળી છે, હું ફૂલમાળા લઇ આવી છું

જરા હેઠા બેસોને નંદલાલા, હું સેવા કરવા આવી છું

મારા હાથમાં કાનના કુંડળ છે, હું મુગટ લઈને આવી છું

જરા બંસરી બજાવોને નંદલાલા, હું શણગાર કરાવવા આવી છું

મારા હાથમાં માખણ મિસરી છે, હું તુલસીપત્ર લાવી છું

જરા મુખ ખોલોને નંદલાલા, હું કોળિયા ભરાવવા આવી છું

મારા હાથમાં જમુના ઝારી છે, હું જમુના જળ લઇ આવી છું

જરા પાસે બેસોને નંદલાલા, હું આચમન કરાવવા આવી છું

હું રેશમી રૂમાલ લાવી છું, મારા હાથમાં લવિંગ સોપારી છે

હું મુખવાસ કરાવવા આવી છું, હું પાનના બિડલા લાવી છું

મારા હાથમાં સોનાની થાળી છે, હું કનક દીવડો લાવી છું

જરા નયન ખોલોને નંદલાલા, હું આરતી ઉતારવા આવી છું

મારા હાથ માં સોનાના દાંડિયા છે, હું રાસ રમવા આવી છું

જરા સાથે ઘુમોને નંદલાલા, હું રાસ રમવા આવી છું

મારા હાથમાં રમતબાજી છે, હું સોનાના સોગઠાં લાવી છું

જરા સામે બેસોને નંદલાલા, હું ચોપાટ રમાડવા આવી છું

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.