← બધા કીર્તન

ઓ ચંપારણ્યના માલિક

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ઓ ચંપારણ્યના માલિક, તારી ઝાંખી કરવા આવી છું

ઓ પુષ્ટિજીવના માલીક, તારી ઝાંખી કરવા આવી છું

મારા મનના મનોરથ હું તો પૂરા કરવા, આવી છું

મેં તો કંઠી તારી પહેરી છે, તારી ઝારી ભરવા આવી છું - ઓ ચંપારણ્ય

હું તો લાખો વર્ષોથી વિખુટી પડી, હું તો અંધ કુવામાં જઈને પડી

પણ તેતો મુજને તારી જાણી, શરણે તાણી લીધી છે – ઓ ચંપારણ્ય

કોઈ લાખો તુજને ભેટ ધરે, કોઈ મનગમતા તને ભોગ ધરે

પણ હું તો મારું સર્વસ્વ સંપર્ણ કરવા આવી છું - ઓ ચંપારણ્ય

મેતો ઓઢી તારી ચૂંદડીયા, તારી ઝાંખી કરવા આવી છું

હું તો કર જોડીને માંગુ સદા, સેવા સ્મરણમાં દિન ગાળું

'વલ્લભ'ના સ્વામી દીન હીન થઈને, દાસી તમારી આવી છું - ઓ ચંપારણ્ય

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.