ઓ જતીપુરાના ગિરિરાજ પ્રભુ
કીર્તનના શબ્દો
ઓ જતીપુરાના ગિરિરાજ પ્રભુ
તારે ને મારે પ્રીત ઘણી
તેતો વ્રજમાં પ્રાગટ્ય લીધું છે
વ્રજવાસીને બહુ સુખ દીધું છે
કાંઈ કામણિયું એવું કીધું છે...તારે
તેતો પાઠો ગુજરીના દૂધ પીધા છે
ભોળી વહુના માખણ ખુબ લીધા છે
સહુ વૈષ્ણવના કારજ સીધ્યા છે...તારે
તને ગાયોના ધણ બહુ વ્હાલા છે
તેથી નામ તારું ગોપાલા છે
તારી સાથે ગોપને ગોવાળા છે...તારે
તુતો સદુ પાંડેના ઘેર રમતો તો
વળી નરોના દૂધ રોજ જામતો તો
વ્રજવાસીના મનમાં બહુ ગમતો તો...તારે
તેતો પાડે બેસીને પ્રયાણ કીધું
એક ચતુરા નાગાનું કારજ સીધું
એનું ભાવ ભર્યું ભોજન ત્યાં લીધું...તારે
અષ્ટ સખાની સાથે ખેલી હસિયો છે
તારું નામ જ વ્રજનો રસિયો છે
હવે મેવાડ જઈને વસીયો છે...તારે