ઓ મેવાડ વાળા શ્રીજી બાવા
કીર્તનના શબ્દો
ઓ મેવાડ વાળા શ્રીજી બાવા
તારી ઝાંખી મનોહર લાગે છે
મેતો ઓઢી તારી ચુંદડીયા - તારી ઝાંખી
તારી નવરંગી ધજા ફરકે છે,
તારા સોનાના શિખર ઝળકે છે,
તારી બનાસ ગંભીર ગાજે છે - તારી ઝાંખી
તારે માથે મુગટ શોભે છે,
તારે કંઠે વૈજંતી માલા છે,
તારા મુખ પર મોરલી શોભે છે - તારી ઝાંખી
તારે કાને કુંડલ શોભે છે,
તારે નાકે નિરમલ મોતી છે,
તારા હડપચીયે હિરલો ઝબકે છે - તારી ઝાંખી
તારા કર માં કંકણ રણકે છે,
તારા પાયે ઝાંઝર ઝમકે છે,
રંગ લાગ્યો તારો શામળિયા - તારી ઝાંખી
તારા મુખડા માં સુખડું જોયું છે,
મારું દુખડું સર્વે ખોયું છે,
તારા મુખડા માં જગ બધું મોહયુ છે - તારી ઝાંખી
તારા ભક્ત જનો સૌવ આવે છે,
તારા નામ ની ધુન મચાવે છે,
તારા ગોપી જનો શીશ નમાવે છે - તારી ઝાંખી
ઓ મેવાડ વાળા શ્રીજી બાવા તારી ઝાંખી મનોહર લાગે છે