← બધા કીર્તન

ઓ શ્રીનાથજી આવજો તમે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા કયારના અમે

અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના પડે

આપ શરણ તો હૃદિયા વિષે શ્રીમહાપ્રભુજી વિના ક્યાથી દીસીએ

ચરણ શરણ તો આપનું ખરું જન્મ મરણનું દુઃખ તો ગયુ

દાસ આપના જો હશે ખરા જન્મ મૃત્યુથી તે તરી જશે

દાસ ભાવથી સહુ તરી જશે દાસ આપના જો ખરા હશે

દાસ હોય તો કદી ન વિસરે ભય તજીને સર્વદા ફરે

દાસ વિઠ્ઠલેશ વિનતી વદે ઓ શ્રીનાથજી આવજો તમે..

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.