← બધા કીર્તન

પારણિયું બંધાય જશોદાજી ગાય

નંદમહોત્સવ

કીર્તનના શબ્દો

પારણિયું બંધાય જશોદાજી ગાય

લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય

હે મારા લાલાને હીંચકે હીચાવું

એના કીર્તન મધુરા ગાઉ

હો મારા હૈયામાં સમાવું

એના હૈયામાં હું તો સમાવું

એનું મુખડું લાલમલાલ

એના ગુલાબી છે ગાલ, એવા સુંદર દેખાય – પારણિયું

હું તો ઈચ્છું જલ્દી ના જાગે

કોઈ રમાડવાને ના માંગે

એને બાંધ્યો છે કાલે રે ધાગે

તેથી નઝર કોઈની ના લાગે

એ મારો લાલો કરમાય

એતો જોયું ના જોવાય, મારું દિલડું દોભાય – પારણિયું

જ્યારે મોટો કનૈયો મારો થાશે

ત્યારે ગાયો ચરાવાને જાશે

હું મોટો કરું છું એવી આશે

લાલો સદા રહેશે મારી પાસે

શ્રી વલ્લભ પ્રેમ અમૃત પાય

વૈષ્ણવ લાલાના ગુણ ગાય, સર્વે વારી વારી જાય - પારણિયું

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.