પગલાં પાડો વલ્લભ પ્રભુ
કીર્તનના શબ્દો
પગલાં પાડો વલ્લભ પ્રભુ હે
આજ અમારા આંગણ માં
છમ છમ કરતા કૃષ્ણ ગિરિધર
આજ અમારા આંગણ માં - પગલાં પાડો
જીવન ની વિપદા છે ભારી
દર્શન આપો કૃષ્ણ મુરારી
દૂર કરો આ પીડ અમારી
આજ તો આવો આંગણ માં
છમ છમ કરતા કૃષ્ણ ગિરિધર
આજ અમારા આંગણ માં - પગલાં પાડો
ગીતો માં છે અરજી અમારી
સાદ સાંભળો કૃષ્ણ મુરારી
ધન્ય કરી દો ક્ષણો અમારી
આજ તો આવો આંગણ માં
છમ છમ કરતા કૃષ્ણ ગિરિધર
આજ અમારા આંગણ માં - પગલાં પાડો
તમ લીલા તો એવી ન્યારી
ધન્ય ધન્ય ગોવર્ધન ધારી
કૃપા કરો હે કરુણા કરી
આજ પધારો આંગણ માં
છમ છમ કરતા કૃષ્ણ ગિરિધર
આજ અમારા આંગણ માં - પગલાં પાડો