પ્રીત્યુ તો પુરાણી મારી
કીર્તનના શબ્દો
પ્રીત્યુ તો પુરાણી મારી પ્રીત્યુ તો પુરાણી રે
કાનુડાની સાથે મારી પ્રીત્યુ તો પુરાણી
પૂર્વ જનમની હું તો હતી રે ગોપી વહાલા (૨)
જળ જમુનાના જાતી ભરવાને પાણી રે – કાનુડા
પગલેથી પગલું દાબી છાનોમાનો આવતો તો (૨)
આડો આવી ને રોકે મહીડાને દાણી રે - કાનુડો
પાસે આવીને વાળો બંસરી બજાવતો તો (૨)
મીઠું મીઠું બોલી મારું ચિત્ત લેતો તાણી રે – કાનુડો
આંગણીયે આવી વાલો રુમઝુમ નાચતો તો (૨)
માખણની ચોરી કરતો પોતે જાણી જાણી ને – કાનુડો
હથવાળે પરણી હું તો હરિની સંગાથે રાણા (૨)
અછુટ છેડાછેડી અમારી બંધાણી રે – કાનુડો
ગોવિંદના નાથ વિના રહી ના શકું હું તો (૨)
એ છે મારા રાજા અને હું છું એની રાણી રે - કાનુડો