રાધે નખરાળી થારો કાનકુંવર
કીર્તનના શબ્દો
હે..રાધે નખરાળી થારો કાનકુંવર ભરધાર લાગે એ
ભરધાર લાગે એ તારો વનડો લાગે એ રાધે નખરાળી
હે..રાધા કી આંખ્ય મેં સોહે તીખોતીખો સુરમો રે
સુરત તારી સોહણી ઘનશ્યામ નીરખે એ રાધે નખરાળી
હે..વંદ્રાવન મેં રાસ રચાવે રાધા-કૃષ્ણ મુરારી રે
મુરલી સુનકર કાનકી તું સૂતી જાગે એ રાધે નખરાળી
હે..ગોરાગોરા ગાલ રાધે લાંબી લાંબી ચોટીએ
ચોટીમે જડીયોહો મોતી સુંદર લાગે એ રાધે નખરાળી
એ સુણકર મોરાલી રે સુતી જાગે દોડ બાગ મેં આવે રે
કૃષ્ણ બજાવે બંસુરી આ રાધા નાચે એ રાધે નખરાળી
એ રાધા તારે હાથ સોહે રંગનો કટોરો રે
કાનકુંવરના હાથ મેં આ પિચકારી એ રાધે નખરાળી