← બધા કીર્તન

રાધા તારી વેણી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

રાધા તારી વેણી માંથી ફૂલ વેરાતાં જાય

કે તેમાં શ્યામ ભ્રમર લોભાય

રાધા તારી મટુકી માંથી મહી છલકાતા જાય

કે તેમાં શ્યામ ભ્રમર લોભાય

શ્યામલ ઓઢણી ઓઢી અંગે

ને ક્યાં ચાલ્યા સહિયર ની સંગે

શ્યામલ વસ્ત્રમાં ગોરુ મુખડુ,

રૂપ અહો લહેરાય - તેમાં શ્યામ

પગના ઝાંઝર છુમ છુમ બોલે

એ છમકારે મયુર ડોલે

રાધા તારા અંગો અંગની,

સુવાસ અહો લહેરાય - તેમાં શ્યામ

ગોવિંદ ગિરિધર આડો ઉભો

જાણે વંદરાવન નો સૂબો

રાધાજી તો હસી હસીને,

મીઠા ગોરસ પાય - તેમાં શ્યામ

મીઠા મહિડા મીઠી બોલી

હું રાજા તું રાધા રાણી

મળી છે આપણી સુંદર જોડી,

હવે ક્યાં છટકી જાય - તેમાં શ્યામ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.