રાધાજી નું ઝાંઝરીયું
કીર્તનના શબ્દો
રાધાજી ના દાદાજી એ ઝાંઝરીયું ઘડાવિયું
માતાજી એ હરખે પહેરાવિયું રે – રાધાજી નું
ચાર પાંચ સૈયર ભેડા થઇ ને
ચાલો રાધા પાણીયે – રાધાજી નું
સુંડલા ઈંઢોણી ને રૂપલાનું બેડું
રાધા પાણી ચાલ્યા રે – રાધાજી નું
વાંકા વળી ને રાધા ઘલુલો રે ભરાતાં
ઝાંઝર જળ માં ડૂબ્યું રે – રાધાજી નું
ધ્રુસ્કે ને ધ્રુસ્કે રાધાજી રૂંવે છે
સૈયર છાના રાખે રે – રાધાજી નું
ગાયો ચરાવતો એક ગોવાળ આવ્યો
રાધાજી ને પૂછવા લાગ્યો રે – રાધાજી નું
ઝાંઝર કાઢો તો એક ડોકળો રે આપું
કોઈક દિન માખણ આપું રે – રાધાજી નું
કછોટો વાળી ને પ્રભુ જલમાં રે પડિયા
ઝપકે ઝાંઝર લાવ્યા રે – રાધાજી નું
ડોકળો ના આપ્યો એને માખણ ના આપ્યું
રાધાજી એ અંગુઠો બતાવ્યો રે – રાધાજી નું
ચાર પાંચ ગોવાળ ભેડા થઈને
રાધા ને રસ્તે રોક્યા રે – રાધાજી નું
રાધાજી તો પ્રભુજી ને પાયે રે પડિયા
તમે જીત્યા અને અમે હારિયા રે – રાધાજી નું
માખણ જોઈ તો બરસાના આવજો
ડોકળો જોઈ તો ગોકુલમાં આવજો
પ્રભુજી તો મંદિર જય ને ઉભા રે – રાધાજી નું
માખણ આપિયું ને ડોકળો આપ્યો
ઉપર થી રાધાજી ને પરણાવીયા રે – રાધાજી નું
રાધાજી નું ઝાંઝર જે કોઈ ગાશે
વ્રજમાં વાસ એનો થાશે રે – રાધાજી નું