← બધા કીર્તન

રંગના રસિયા રે

વધાઈ

કીર્તનના શબ્દો

રંગના રસિયા રે શ્રી વલ્લભ ઝૂલે છે સોના પારણે

સોનાનું પારણું ને રેશમની દોરી

ઝુલાવે વ્રજની નારી – રંગના

માતા ઈલ્લમાજી હરખે ઝુલાવે

ખેલવડે ખેલાવે – રંગના

કહો તો વલ્લભલાલ ભોજન કરાવું

સોનાના થાળ સજાવું – રંગના

કહેતો વલ્લભલાલ ઝારીજી ભરાવું

શ્રી યમુનાજીના નીર મંગાવુ – રંગના

કહેતો વલ્લભલાલ જામો સીવડાવું

રંગીલી ધોતી સજાવું – રંગના

કહેતો વલ્લભલાલ વહુજી પરણાવું

મોંઘેરા મંડપ રચાવું – રંગના

યુગલ સ્વરૂપને હું લાડલડાવું

તનડાના તાપ બુઝાવું – રંગના

દાસી ‘રસિક’ ને સેવામાં રાખો

કરુણાની દ્રષ્ટિ એ ઝાંખો – રંગના

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.