← બધા કીર્તન

રંગે રમે આનંદે રમે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

રંગે રમે આનંદે રમે રાધાને રસીયો રંગે રમે

અમૂને સહૂં ને એ તો બહૂ ગમે - રાધાને

ભરી ભરી પાણી પ્રભુ મારે પીચકારી

રાધાને સંગમા રસિયો જાય હારી

ગોપ ગોવાળ એની પાછળ ભમે - રાધાને

હસી હસી પ્રાણ પ્રભુ મીઠું મીઠું બોલે

તોયે રાધાજી તો ઘૂંઘટ ન ખોલે

સ્વર્ગના દેવ તો સહુ નમે - રાધાને

રમતા વાલમજી ને વાણલા વાયા

રંગથી રણછોડ ખૂબ રંગાયા

રાધા કહે રસીયા ઓતમે જીત્યા - રાધાને

રાધા ઉડાડે અબીલ ગુલાલ

હેતે હરાવવા જશોદાના લાલને

અમને સહુને એ તો બહૂ ગમે - રાધાને

વૈષ્ણવ ના સ્વામી તમે છેલ છોગાળા

છેલ છબીલાને રંગ રંગીલા

ગિરીરાજ મંડળ ને દેજો રંગમાં રોળી - રાધાને

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.