સાંવરીયા તારા નામ હઝાર રે
કીર્તનના શબ્દો
સાંવરીયા તારા નામ હઝાર રે, મેં કીયા લખું કુમકુમ પતરી (૨)
ગિરધારી તારા નામ હઝાર રે, મેં કીયા લખું કુમકુમ પતરી (૨)
કોઈ કહે તને દેવકી…નો, કોઈ કહે તને યશોદાનો (૨)
કોઈ કહે તને ઇહલાવતી લાલા રે… મેં કીયા લખું કુમકુમ પતરી (૨)
સાંવરીયા તારા નામ હઝાર રે (૧)
ગિરધારી તારા નામ હઝાર રે (૧)
કોઈ કહે તને મથુરાવા…ળો, કોઈ કહે તને વૃન્દાવનવાળો (૨)
કોઈ કહે તને દ્વારકાનો નાથ રે… મેં કીયા લખું કુમકુમ પતરી (૨)
સાંવરીયા તારા નામ હઝાર રે (૧)
ગિરધારી તારા નામ હઝાર રે (૧)
કોઈ કહે તને ભામા પતી, કોઈ કહે તને યશોદાનો (૨)
કોઈ કહે તને રાધાજીના શ્યામ રે… મેં કીયા લખું કુમકુમ પતરી (૨)
સાંવરીયા તારા નામ હઝાર રે (૧)
ગિરધારી તારા નામ હઝાર રે (૧)
કોઈ કહે તને મુરલીવાળો, કોઈ કહે તને નટખટ કાનો (૨)
કોઈ કહે તને બંસીવાળો શ્યામ રે… મેં કીયા લખું કુમકુમ પતરી (૨)
સાંવરીયા તારા નામ હઝાર રે (૧)
ગિરધારી તારા નામ હઝાર રે (૧)