← બધા કીર્તન

સખી આજનો લ્હાવો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

સખી આજનો લ્હાવો લીજીચે રે,

કાલ કોણે દીઠી છે…ટેક

ફૂલની ગાદી ને ફૂલના તકિયા,

ફૂલનાં બિછાનાં બિછાવીએ રે - કાલ

સોંનાનું પારણું ને રેશમની દોરી

હરખે શ્રીનાથજી ઝૂલાવીએ રે - કાલ

સોંનાનાં સોગટાં ને રેશમની ચોપાટ

હીરલાના પાસા ઢળાવી એ રે - કાલ

વાણીના મેહુલા ને આનંદની હેલી

સુખને સરવડે ભીંજાઇએ રે - કાલ

શ્રીવલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણિ

લળી લળી મુખડાં નિહાળીએ રે - કાલ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.