સમય મારો સાધજે
કીર્તનના શબ્દો
સમય મારો સાધજે વાલા કરૂ હૂ તો કાલા વાલા
અંત સમય મારો આવશે જયારે નહી રહે દેહ નૂ ભાન,
ભાન નહીં રહે દેહ નૂ ભાન
એવે સમય મૂખે તુલસી દેજો, દેજો યમુના પાન,
પાન દેજો યમુના પાન - સમય મારો સાધજે
જીભલડી મારી પરવશ બનશે, જો હારી બેશૂ હામ,
હામ હારી બેશૂ હામ
એવે સમય મારે વારે ચઢીને રાખજે તારૂ નામ,
નામ રાખજે તારૂ નામ - સમય મારો સાધજે
કંઠ રૂંધાશે ને નાડીયો તૂટશે, તૂટશે જીવન ડોર,
ડોર તૂટશે જીવન ડોર
એવે સમયે મારા અલબેલાજી કરજો બંસી શોર,
શોર કરશો બંસરી શોર - સમય મારો સાધજે
આંખલડી મારી પાવન કરજો લેજો એકજ ધાણ,
ધાણ દેજો એકજ ધાણ
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભકતો છોડે પ્રાણ.
પ્રાણ ભકતો છોડે પ્રાણ - સમય મારો સાધજે