← બધા કીર્તન

શામળિયો મળીયો મને

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શામળિયો મળીયો મને શ્રી યમુનાજીની કુંજમાં,

લાડીલો મળીયો મને શ્રી યમુનાજીની કુંજમાં,

કુંજમાં ગયતી મને નાખી દીધી કુંડમાં,

અંગોઅંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં.

સાખી ૧

કુંજ સદન soohamana શોભા અપરંપાર,

વ્રજ જુવતીના જૂથમાં બિરાજે શ્રીગીરધરલાલ,

સાન હરિ કહે છે સખી ચાલો વૃંદાવનમાં - શામળિયો

સાખી ૨

વૃંદાવન ચાલી સખી પહેરે નવરંગ ચીર,

વાંસલડીની ધૂન સૂણી નવ રહી ધારણ ધીર,

શ્રીયમુનાજીના ઘાટમાં ને સહેલીના સાથમાં,

આવીને ઓચિંતી મને ભીડી અંગે અંગમાં - શામળિયો

સાખી ૩

વાટ ઘાટ ઉભા રહી ને કાંકરી નાખે કાન,

સહુ સખીઓના દેખાતાં કીધી વહાલે સાન,

બેઠીતી ઘર કામમાં ને સૂણી ધૂન કાનમાં,

ચાલી હું તો તાનમાં ને રીઝી એના ધ્યાનમાં - શામળિયો

સાખી ૪

કામધામથી પરહરિ નિસરી ઘરથી બાર,

એ વહાલાને કારણે મેં ત્યજ્યાં કુટુંબ પરિવાર,

લાલની લટકામાં ને ભ્રગુટીની મટકમાં,

ચાલની ચટક મન વસ્યું છે મુગુટમાં - શામળિયો

સાખી ૫

લટક મટક રસિયા તણો મદન મનોહર વેશ,

મોર મુકુટ સોહામણાં ઘુઘરવાળા કેશ,

દાસ કહે છે કોડ પૂરો મારા મનના,

આપો વ્રજવાસ દાસ થવું વ્રજજનના - શામળિયો

સાખી ૬

આશા પુરી સહુ મન તણી કીધા રાસ વિલાસ,

દાસ કરીને સ્થાપીયા રાખ્યાં ચરણકમળની પાસ - શામળિયો

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.