શોભા સલુણા શ્યામની
કીર્તનના શબ્દો
શોભા સલુણા શ્યામની તું જો ને સખી, શોભા સલુણા શ્યામની,
કોટિ કંદર્પને લજાવે એનું મુખડું, ફીકી પડે છે કળા કામની - તું જોને
સદ્દગુણ સાગર નટવર નાગર, બલિહારી જાઉં એના નામની - તું જોને
કોટિ આભૂષણનું એરે ભુષણ, સીમા તું છે એ અભિરામની - તું જોને
જે ઓળખે તેને સાર એ સર્વનો, બીજી વસ્તુ નથી કામની - તું જોને
અનુપમએ અલબેલો રસિયો, જીવન મુળી ‘દયારામ’ની - તું જોને