← બધા કીર્તન

શ્રી કૃષ્ણ: શરમ મમ એ મંત્ર

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રી કૃષ્ણ: શરમ મમ એ મંત્ર સદા તું સમરતો જા

આવ્યો છે તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા

મનવાણી કાયા વશ રાખી, મમતાનો બોજો દૂર નાખી

ધન દીધું જો ધણીએ તુજને પેટ ભૂખ્યાના ભરાતો જા (૨) - આવ્યો છે તું

આ જગતમાં તું મહાન કહેવાયો, આશા કરીને કોઈ આંગણે આવે

દિન દુઃખીયાના દુખડા તારા કર્ણ પટ પર ધરતો જા (૨) - આવ્યો છે તું

હું પદની ગ્રંથિને છોડી, માયાના બંધનને મેલી

પ્રકાશ મય શ્રી પ્રભુના પંથે, હળવે હળવે સરતો જા (૨) - આવ્યો છે તું

ગોવિંદ ગુરુ નું શરણું ગ્રહી લે, દૂખ પડે તો દુખડા સહી લે

માનવસરના મોંઘા મોતી, હંસ બની ને ચરતો જા (૨) - આવ્યો છે તું

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.