શ્રીમદન મોહનજી
કીર્તનના શબ્દો
શ્રી મદન મોહનજી મોરલી ધરી
વારં વાર નીરખું નેણલાં ભરી - શ્રી મદન
નેણ ભરી ને નીરખતા આનંદ આવે બહુ (૨)
અંતર માં હરિ આપ બિરાજો કરજોડી ને કહું - શ્રી મદન
કાને કુંડળ માથે મુગટ હસી હસી લૈયે તાળી (૨)
અંતર માં હરિ આપ બિરાજો પાપ નાખીયા બાળી - શ્રી મદન
બાયે બાજુ બંધ બેરખા ને કંઠે નવસરો હાર (૨)
અંતર માં હરિ આપ બિરાજો ભલે થયા અવતાર - શ્રી મદન
કેડે કંદોરો વાંકડો ને ઘુઘરી ઘમ ઘમ વાગે (૨)
અંતર માં હરિ આપ બિરાજો દાસ એવું માગે - શ્રી મદન
દાસ દયાની વિનતી સુણી પ્રેમથી પધાર્યા વાલો શ્રી વ્રજના ધણી - શ્રી મદન