← બધા કીર્તન

શ્રી મહારાણીજીના પાન

આરતી

કીર્તનના શબ્દો

શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે

એ છે અધમ ઉધ્ધારણ જાણી - શ્રી મહારાણીજીના

એમનું માહાત્મ્ય છે પદ્મ પુરાણે રે

પૃથ્વી ૫૨ શ્રી વરાહજી વખાણે ૨ે,

એતો વ્રજવાસી સુખ માણે - શ્રી મહારાણીજીના

સુંદર મથુરાજી નિકટ બિરાજે રે,

મંદ મંદ મહા ઘુનિ ગાજે રે,

એમના દર્શનથી દુ:ખ ભાજે - શ્રી મહારાણીજીના

વિશ્રામ ઘાટે-તે આરતિ થાય રે,

સામા પ્રભુજીના મુફુટ બિરાજે રે,

ચોબા હાથીની ગર્જનાએ આવે - શ્રી મહારાણીજીના

ત્યાં તો વૈષ્ણ્વની ભીડ ભરાય રે,

ત્યાં તો આરતિ ઘોળ ગવાય રે,

ત્યાં તો જય જય શબ્દ ઊચારે - શ્રી મહારાણીજીના

એમના સ્મરણથી સુખ થાય રે,

તેહના સ્મરણથી પ્રાયશ્ચિત દુર પળાયરે,

જેમ સિંહ દેખી મૃગ નાસે - શ્રી મહારાણીજીના

જે કોઈ પયપાન શ્રી યમુનાના કરશે રે

તેનો યમ કિંકર ભય ટળશે રે

કહે છે ‘રસિક' રાધા વરને વરશે - શ્રી મહારાણીજીના

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.