શ્રીનાથજી નૈયાને પાર ઉતારો
કીર્તનના શબ્દો
ભરતી નૈયા, ડોલતી નૈયા, નૈયાને પાર ઉતારો
શ્રીનાથજી નૈયાને પાર ઉતારો
વલ્લભ વિઠ્ઠલને પુકારો હરીના જન
વલ્લભ વિઠ્ઠલને પુકારો
સુતેલાને જગાડો - હરીના જન
અગની સ્વરૂપે શ્રી વલ્લભ પ્રગટ્યા
દૈવી જીવોને કાજે - હરીના જન
પુષ્ટિનો જેણે મારગ બતાવ્યો
આપી શ્રીજીની સેવા – હરીના જન
ગીરી ગોવર્ધન સાથે લઇ આવ્યા
ભાગવત ધર્મ સમજાવ્યો – હરીના જન
બ્રહ્મ સંબંધ આપે કરાવીયો
શ્રીજી ને શરણે સોપિયા – હરીના જન
પુષ્ટિ મારગની જ્યોત જલાઈ
સેવા રીત પ્રીત સીખાડી – હરીના જન
અમે તો તમારા તમે અમારા
હવે શરણમાં અમને રાખો – હરીના જન