← બધા કીર્તન

શ્રીવલ્લભને શરણે જઈને

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રીવલ્લભને શરણે જઈને રહીયે આનંદ મા

સેવુ સદા હુ તો વ્રજના ધણી (૨), માંગુ એટલુ - શ્રીવલ્લભ

વૈષ્ણવનો સંગ થાય તન મનના દોશ જાય

મિથ્યા પ્રપંચ મારા જાયે ટળી (૨), માંગુ એટલુ - શ્રીવલ્લભ

ગોવિંદના ગુણ ગાઉં બીજે હુ કદીના જાઉં

ગોકુળમા વાસ મને આપો હરિ (૨), માંગુ એટલુ - શ્રીવલ્લભ

સેવુ શ્રીયમુના માય પ્રેમથી હું લાગુ પાય

આશ્રય દ્રઢ થાઇ એવી આશા ધરી (૨), માંગુ એટલુ - શ્રીવલ્લભ

તજાવું અભિમાન આપો વિરહદાન

દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી (૨), માંગુ એટલુ - શ્રીવલ્લભ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.