શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો
કીર્તનના શબ્દો
લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે
શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે
ચંપારણ રૂડું ધામ સોહામણું
કાકરવાડા એવું નામ ધર્યુ રે – શ્રી વલ્લભનો
મેવાડમાં શ્રી નાથજી બિરાજે
વૈષ્ણવ આવી તારી ઝાંખી કરે રે – શ્રી વલ્લભનો
તનડામાં લાગ્યો, મારા મનડામાં લાગ્યો,
રોમે રોમે વલ્લભ વ્યાપી રહ્યો રે – શ્રી વલ્લભનો
પહેલા વૈષ્ણવ દામોદરદાસજી કહેવાય,
કૃષ્ણદાસ ઉપર વ્હાલે દયા કરી રે – શ્રી વલ્લભનો
જમનાવતામાં કુંભનદાસસજી બિરાજે,
ચત્રભુજ રૂપે વ્હાલો પ્રગટ થયા રે – શ્રી વલ્લભનો
ચોર્યાસી વૈષ્ણવની વાર્તા વિચારીએ,
વાટે ને ઘાટે વ્હાલો પ્રગટ થયા રે – શ્રી વલ્લભનો