← બધા કીર્તન

શ્રી વલ્લભનો રંગ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે,

શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે

ચંપારણ્ય રૂડું ધામ રળિયામણું,

કાંકરવાડ એવું નામ ધર્યું રે - શ્રી વલ્લભનો

મેવાડ માં શ્રીનાથજી બિરાજે,

વૈષ્ણવો આવી તારી ઝાંખી કરે રે - શ્રી વલ્લભનો

તનડા માં લાગ્યો મારા મનડાં માં લાગ્યો,

રોમે રોમે શ્રી વલ્લભ વ્યાપી રહ્યા રે - શ્રી વલ્લભનો

પહેલા વૈષ્ણવ દામોદરદાસ કહીએ,

કૃષ્ણદાસ ઉપર વ્હાલે કૃપા કરી રે - શ્રી વલ્લભનો

જમુનાવાતામાં કુંભનદાસ બિરાજતા,

ચત્રભુજ રૂપે વ્હાલો પ્રગટ થયા રે - શ્રી Vallabh-no

ચોર્યાસી વૈષ્ણવની વાર્તા રુડી સાંભળો,

વાટે ને ઘાટે વ્હાલો પ્રગટ થયા રે - શ્રી વલ્લભનો

દીનદાસીની આ વિનંતી સ્વીકારજો,

દાસીને ચરણો ની પાસે રાખો રે - શ્રી વલ્લભનો

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.