← બધા કીર્તન

શ્રી વલ્લભ પ્રભુજીને વિનવું

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રી વલ્લભ પ્રભુજીને વિનવું રે,

પ્રેમશું લાગું પાય, શ્રી વલ્લભ પ્રભુ

ચરણ સેવામાં સુખ આપજો રે

કળિયુગના જીવને ઉધ્ધારવા રે,

ધર્યો દ્વિજ કુળ અવતાર - શ્રી વલ્લભ

પૂર્વના પુણ્યથી પામ્યા રે,

પામ્યા મનુષ્ય અવતાર - શ્રી વલ્લભ

અવગુણ અમારા અનેક છે રે,

ગણતાં ન આવે પાર - શ્રી વલ્લભ

અંધ કુવામાં આવી પડયો રે,

તૃષ્ણામાં તણાતો જાય - શ્રી વલ્લભ

કર ગ્રહીને કાઢિયો રે,

સોંપ્યો શ્રીનાથજી ને હાથ - શ્રી વલ્લભ

તોય આ જીવ નથી જણાતો રે,

આવી પડ્યો મોહ જાળ - શ્રી વલ્લભ

ભ્રમ સબંધ કરાવ્યો રે,

સાક્ષાત બાંધ્યો સંબંધ - શ્રી વલ્લભ

દાસના દાસની વિનંતી રે,

આપોને વ્રજમાં વાસ - શ્રી વલ્લભ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.