← બધા કીર્તન

શ્રીવલ્લભ પ્રેમે પધાર્યા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રીવલ્લભ પ્રેમે પધાર્યા રાજ, પ્રેમ થી બોલો શ્રીવલ્લભ

ઓ પુરુષોત્તમ દ્વિજ રૂપેરે રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

શ્રી લક્ષ્મણભટ ઘેર આવ્યા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

ઈલામાજી એ લાડ લડાવ્યા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

પુષ્ટિમાર્ગ તણાં પ્રવરતક રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

વ્રજ આનંદ રસિક મુરારી રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

દેવી જીવોને શરણે લીધા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

બ્રહ્મ સબંધના દાન દીધા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

કરી ભુતલ ત્રણ પરિક્રમા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

શ્રીવલ્લભ વરને ખમ્મા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

શ્રીવલ્લભ સ્વરૂપ સોહામણું રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

જોવાને મન લોભાણું રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

લીલા યશોદા નંદનને રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

શ્રીવલ્લભ પ્રગટ કરી રે રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

વૈષ્ણવતો થયા બળ ભાગી રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

પ્રભુ ભુતલ પ્રગટ પધાર્યા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

પુષ્ટિમાર્ગ શુદ્ધ ભક્તિનો રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

સેવા રીત પ્રીતિ વ્રજ જનની રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

શ્રીવલ્લભ પ્રેમે પધાર્યા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

ઓ પુરુષોત્તમ દ્વિજ રૂપે રે રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

શ્રીવલ્લભ પ્રેમે પધાર્યા રાજ, પ્રેમથી બોલો શ્રીવલ્લભ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.