શ્રી વલ્લભ રસ ની તરસી
કીર્તનના શબ્દો
શ્રી વલ્લભ રસ ની તરસી હું તો, શ્રી વલ્લભ રસ ને શોધું રે
ખબર હોય તો બતાવ સજાની, એમાં ચિતડું મારું ચોટીંયું રે
વલ્લભ રસ એ અમૃત રસ છે, સહુ રસમાં મહા મીઠો રે
ચૌદ ભુવનમાં મધુર રસ એ, એવો ક્યાંય નવ દીઠો રે
ઉર સાગરમાં મહારસ ભરિયો, પીતા નવ ધરાય રે
રસિક ભક્તો પાસે સજાની, રસ સાગર ઉભરાય રે
જો તેઓ નો સંગ કરીયે તો, સીંચે વારં વાર રે
રસિક શ્રી વલ્લભ ના ભક્તો, લીલા રસમાં મ્હાલે રે
રાસ રસાત્મક સ્વરૂપ પ્રભુ નું, જો ઉરમાંહી રાચે રે
કિંકરી એવા રસિક જનોથી, શ્રી વલ્લભ હૃદય નાચે રે
શ્રી વલ્લભ રસ ની તરસી હું તો, શ્રી વલ્લભ રસ ને શોધું રે