શ્રી યમુનાજીના નીર
કીર્તનના શબ્દો
શ્રી યમુનાજીના નીર ઘણા ઉંડા સાહેલડી,
કેમ કરી પાણીલા ભરાય, હારે હું તો હારી સાહેલડી
ઘડુલો ન ડુબે, મારો હાથ ન પુગે,
ભરતા કમર લચકાય, હારે હું તો હારી સાહેલડી
નંદનો કુંવર આ વખતે જો આવે,
તો મારા પાણીલા ભરાય, હારે હું તો હારી સાહેલડી
કોણ સાહેલી મારો સંદેશો આપશે,
આપુ મારા હૈરા કેરો હાર, હારે હું તો હારી સાહેલડી
‘કુમુદિનીં' કિશોરે કાંઈ કામણીયું કીધું,
એના વિના ઘડી ન રહેવાય, હારે હું તો હારી સાહેલડી
શ્રી યમુનાજીના નીર ઘણા ઉંડા સાહેલડી,
કેમ કરી પાણીલા ભરાય, હારે હું તો હારી સાહેલડી