શ્રીજી આવો તે રંગ
કીર્તનના શબ્દો
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડયો
બીજો ચઢતો નથી એકય રંગ વિઠ્ઠલનાથ - આવો તે રંગ
હૂ તો વ્રજમા ગઈ ને મારૂ મન મોહયૂ
મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલનાથ - આવો તે રંગ
મારે રહેવુ અહીંયા ને મેળ તારો થયો
હવે કેમ કરી દહાડા જાય વિઠ્ઠલનાથ - આવો તે રંગ
રંગ છાટ્ટયો તો છાંટી હવે પૂરો કરો
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ - આવો તે રંગ
રંગ છાટ્યો એવો કે મારૂં હૈયું રંગ્યું
હૈયું રહેતું નથી હવે હાથ વિઠ્ઠલનાથ - આવો તે રંગ
તારૂં મૂખડૂં જોઈને મારૂં મન મોહ્યૂ
મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલનાથ - આવો તે રંગ
દાસ વૈષ્ણવને આશરો તમારા
એણે સર્વે સમર્પણ કીધા વિઠ્ઠલનાથ - આવો તે રંગ