શ્રીજી બાવા દીન દયાળ
કીર્તનના શબ્દો
શ્રીજી બાવા દીન દયાળા ભક્તો તમારો જાણજો
હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો
હું અપરાધી કાંઇ ન સમજાયો નામ તમારાં અપાર છે
દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે - શ્રીજી બાવા
ઓ દીનબંઘુ ઓ રે દયાળુ પ્રાર્થના કરું કરગરી
દાસ ઉપર દયા કરો તો ફેરે જન્મ ના ઘરુ઼ ફરી - શ્રીજી બાવા
ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુઘારજો
જન્મ મરણનાં બંધન છુટે એવી ભક્તિ અમને આપજો - શ્રીજી બાવા
અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો
દાસ ઉપર દયા કરીને ચરણ ક્મળમાં રાખજો - શ્રીજી બાવા