શ્રીજી બાવા કૃપા કરી
કીર્તનના શબ્દો
શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે
આંગણ અવસર આવ્યો રે, મારા વ્હાલા આંગણ અવસર આવ્યો રે
શ્રીજી પધાર્યા રે, શ્રીયમુનાજી પધાર્યા રે
શ્રીમહાપ્રભુજી પધાર્યા રે – આંગણ
બારણિયામાં તોરણ બંધાવું, આંગણિયામાં સાથિયા
કુમકુમ કેરા પગલાં પડાવું, મોતીડે વધાવું મારા વ્હાલા – આંગણ
ફૂલડે વધાવું, મોતીડે વધાવું, ચોખલિયે વધાવું રે
ગલીયેં ગલીયે ફૂલડાં વેરાવું – આંગણ
વાજિંત્ર વગાડું ને, શરણાઈઓ વગાડું, ઢોલ નગારા વગાડું રે,
નાચી કૂદી ગાઉ મારા વ્હાલા – આંગણ
હિય્યામાં હું બહુ હરખાતી, કોને કહેવા જાઉં રે
સામગ્રીના થાળ ધરાવું, માખણ મિસરી ધરાવું રે
જમુનાજીની ઝારી ભરી લાઉં, આચમન કરાવું મારા વ્હાલા
બીડલે બાસઠ પાન મારા વ્હાલા – આંગણ
ગિરિરાજ પધાર્યા, શ્રીવલ્લભ પધાર્યા
યમુનાજી પધાર્યા રે – આંગણ
બસો બાવન વૈષ્ણવ પધાર્યા, ચોર્યાસી વૈષ્ણવ પધાર્યા રે
ભગવતી વૈષ્ણવ પધાર્યા રે - આંગણ
વૈષ્ણવોને હરખના માય, મંગલ ગીતો ગાય રે
રાસની રમઝટ જામે રે - આંગણ