શ્રીજી બાવા સહાય કરે
કીર્તનના શબ્દો
જેને મારા શ્રીજી બાવા સહાય કરે
લાખ ઉપાધિ આવે તોયે ના નડે
હૈયું ખોલી હેત એના ચરણે ધરે – લાખ
સંસારીની સાથે જેને નથી લેવા દેવા (૨)
મનથી સ્વીકારી મારા પ્રભુજીની સેવા
વ્હાલો મારો (૨) આવી એની વ્હારે ચઢે – લાખ
હ્રુદિયાનો ભાવ જોતા થાતો રાજી રાજી (2)
પળમાં સુધારી દેતો બગડેલી બાજી
પાગલ થઈને (૨) એના પંથે પગલાં ભરે – લાખ
સાવરીયાને સાથે બાંધી દિલડાની દોરી (૨)
સુખનો સાગર એની સામે આવે દોડી
ભક્તો એના (૨) પ્રેમમાં પાછા ન પડે – લાખ