← બધા કીર્તન

શ્રીજી પધાર્યા રે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રીજી પધાર્યા રે મારી ઝૂંપડીએ

સ્વાગત સ્વીકાર્યા અમારા – પધાર્યા રે

સોનાનો સુરજ ઉગ્યો છે આજે

દિલના દરવાજે પ્રેમ નોબત વાગે શ્રીનાથજી

ધનભાગ્ય આજ છે અમારા શ્રીનાથજી

આસો પાલવના તોરણ બંધાવિયા,

મંડપના માટીના, ચોક પુરાવ્યા,

ઉડે આંદનદના ફૂવાર શ્રીનાથજી

સ્મિત વંદન શ્યામ સુંદર, આવે તે કોબલા,

પિયુ પિયુ કરી મોર પપૈયા બોલતા,

નાચે ત્યાં નંદના દુલારા શ્રીનાથજી

ભાલે તિલક મોર મુગટ પીતામ્બરી,

વાલા તારી વાંસલડી બનાવે બાવરી,

રાધાને મન રમનારા શ્રીનાથજી

અસલને કુમકુમથી, ભક્તો વધાવતા,

સુગંધી પુષ્પોની માળા ધરાવતા,

વરસાવે કરુણાની ધારા શ્રીનાથજી

હેડો લગાડયો મને, નંદલાલ જ્યારથી,

દર્દે દીવાના કરું, દર્શનમાં ત્યારથી,

‘શાંતિનો’ સુખ આપનારા શ્રીનાથજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.