શ્રીજી તારો હિંડોળો
કીર્તનના શબ્દો
શ્રીજી તારો હિંડોળો ઝાકમ ઝોળ
પ્રભુ તારો હિંડોળો ઝાકમ ઝોળ
મેવાડ દેશમાં ડુંગરે બાંધ્યો
બાંધ્યો સોનાને દોર - શ્રીજી
કાંગરે, કાંગરે પોપટ ટહુકે
ટહુકે કળાયેલ મોર - શ્રીજી
ડુંગરે, ડુંગરે દિપક ઝળકે
ઝળકે ચંદ્રીકા ચકોર - શ્રીજી
કુમ કુમ કેસર, કેવડો, ચંદન
ઉડે કુવાંરાની છોળ - શ્રીજી
ફુલમાળા સુવાસિત ગુંથીને
ઝૂલે તોરણ ચારે કોર - શ્રીજી
જંગલ, મંગલ ઘામ શું સુંદર
મેવાડ દેશ અણમોલ - શ્રીજી
સોળે સરસ શણગાર સજીને
ઝૂલે નવનિત પ્રિયાજીની જોડે - શ્રીજી
મનડાના કોડ પુરા શ્રીજીબાવા
ઝુલાવે તમને રોજ - શ્રીજી
દાસ વલ્લભ ના સ્વામી શામળિયા
ઝુલાવે શ્રી વલ્લભ કુળ - શ્રીજી