← બધા કીર્તન

શ્રીમદ વલ્લભ કહો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રીમદ વલ્લભ કહો શ્રીમદ વલ્લભ કહો,

વલ્લભ નામ વિના ઉધાર નહિ.

શ્રી મહા પ્રભુજી વિના ઉધાર નહિ - શ્રીમદ

શ્રીનાથજી વિના બીજું શરણું નથી,

વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહિ,

મથુરેશ વિના મને ગમતું નથી,

નવનીતલાલ વિના નવધા ભક્તિ નહિ - શ્રીમદ

દ્વારકાદિશ વિના નિરકુંજ નહિ,

ગોકુલનાથજી વિના ગિરિરાજ નહિ,

ગોકુલ ચંદ્ર વિના રાસ વિલાસ નહિ,

બાલ કૃષ્ણ વિના કોઈ પ્રબળ નહિ - શ્રીમદ

મદન મોહન વિના વેણુ નાદ અહીં,

શ્રી યમુનાજી વિના કોઈ દયાળુ નહિ,

નટવર નીરખ્યા વિના મારા નેડ નહિ,

કલ્યાણરાય વિના કોઈ નું કલ્યાણ નહિ - શ્રીમદ

આ વલ્લભ ના દાસ નો દાસ કહે છે

તમારી ગુણલીલા નો પાર નહિ - શ્રીમદ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.