શ્રીનાથજી ઘ્વની
કીર્તનના શબ્દો
મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી,
યમુનાજીના કાંઠે રમતાં, રંગીલા શ્રીનાથજી
રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી,
વલ્લભ કુળના વ્હાલા બોલો, રંગીલા શ્રીનાથજી
મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી
વૃંદાવનમાં રાસ રમતાં, રંગીલા શ્રીનાથજી
નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી,
કામવનમાં ક્રીડા કરતાં, રંગીલા શ્રીનાથજી
દાનગઢ શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી,
સાંકડીખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી
સંકેતમાં શ્રીનાથજી, વનવનમાં શ્રીનાથજી઼,
ગહેવરવનમાં રાસ રમતાં, રંગીલા શ્રીનાથજી
ગોવર્ઘનમાં શ્રીનાથજી, મારગમાં શ્રીનાથજી
માનસી ગંગામાં મન હરતાં, રંગીલા શ્રીનાથજી
રાઘાકુંડ શ્રીનાથજી, કૃષ્ણકુંડ શ્રીનાથજી
ચંદ્ર સરોવર ચોકે રમતાં, રંગીલા શ્રીનાથજી
વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી, ડાળ ડાળ શ્રીનાથજી
પત્ર પત્રને પુષ્પે રમતાં, રંગીલા શ્રીનાથજી
અન્યોંરમાં શ્રીનાથજી, ગોવિદકુંડ શ્રીનાથજી
અપ્સરા કુંડે આનંદ કરતાં, રંગીલા શ્રીનાથજી
ગલી ગલી શ્રીનાથજી, કુંજ કુંજ શ્રીનાથજી
સુરભિકુંડે સ્નાન કરતાં, રંગીલા શ્રીનાથજી
મંદિરમાં શ્રીનાથજી, પર્વત પર શ્રીનાથજી
જતીપુરામાં પ્રકટ બિરાજે, રંગીલા શ્રીનાથજી
બિલછુવનમાં શ્રીનાથજી, કુસુમખોર શ્રીનાથજી
શ્યામ ઢાંકમાં છાક આરોગે, રંગીલા શ્રીનાથજી
રૂદ્રકુંડ શ્રીનાથજી, હરજી કુંડ શ્રીનાથજી
કદમ ખંડીમાં ક્રીડા કરતાં, રંગીલા શ્રીનાથજી
ગામ ગામ શ્રીનાથજી, ઠામ ઠામ શ્રીનાથજી
ગુલાલ કુંડે હોળી રમતાં, રંગીલા શ્રીનાથજી
નવલકુંડ શ્રીનાથજી, રમણ કુંજ શ્રીનાથજી
વ્રજ વાસીના વ્હાલા બોલો, રંગીલા શ્રીનાથજી
રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી,
વલ્લભ કુળના વ્હાલા બોલો, રંગીલા શ્રીનાથજી