← બધા કીર્તન

શ્રીનાથજી કરૂ પ્રાર્થના

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રીનાથજી કરૂ પ્રાર્થના મને પ્રેમ તારો આપજે

કાંઇ ખોટુ કામ હું કરૂ ત્યારે તુ મને વાર જે - શ્રીનાથજી

જીવન એક સંગ્રામ છે કોઇની જીત અને હાર છે

જાણુ છૂ સંસાર આખો સૂખ દુખ નો સાર છે

હારથી હારી ના જાઉં એવી હીંમત આપજે

કાંઈ ખોટું કામ હૂ કરૂ ત્યારે તૂ મને વાર જે - શ્રીનાથજી

ધન મળે કે ના મળે ધર્મ ને હૂ જાણુ છુ

તારૂ નામ ભૂલાય નહીં એટલુ તુ સંભાળ જે

આમ છતા જો હૂ ભુલી પડુ તો સાચે રસ્તે વાળ જે

કાંઈ ખોટું કામ હુ કરૂ ત્યારે તુ મને વાર જે - શ્રીનાથજી

શ્રીનાથજી કરૂ પ્રાર્થના મને પ્રેમ તારો આપજે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.