શ્રીજી મારા કેવા સોહામણા
કીર્તનના શબ્દો
સોનેરી મુગટ શિર પર ધર્યો
કાનોમાં કુંડળ શ્રીજી મારા કેવા સોહામણા
હૈયે એકાવન હારજ શોભતા
ગળે ગુંજા કેરી માળશ્રીજી મારા કેવા સોહામણા
પીળા પિતામ્બર મારા શ્રીજી ને શોભતા
પોંચી છે રત્ન જડિત શ્રીજી મારા કેવા સોહામણા
કંઠે હરિને કટી મેખલા રે શોભતા
ચરણે ઝાંઝરનો ઝમકાર શ્રીજી મારા કેવા સોહામણા
પાયે પિયુજીને મોજડી રે શોભતી
ચાલે ચટકતી ચાલ શ્રીજી મારા કેવા સોહામણા
હાથ હરિને લાલ લાકડી રે શોભતી
ધેનુ ચરાવાને જાય શ્રીજી મારા કેવા સોહામણા
હાથ હરિને rudi બંસરી રે શોભતી
છબી છે સુર મધુર શ્રીજી મારા કેવા સોહામણા
બેઉ કર જોડીને પ્રભુ એટલું જ માંગુ
સુણાવો બંસીનો સાદ શ્રીજી મારા કેવા સોહામણા