તારા વિના શ્યામ એકલડું લાગે
કીર્તનના શબ્દો
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવા ને વહેલો આવજે (૨)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવા ને વહેલો આવજે (૨)
તારા વિના શ્યામ... એકલડું લાગે (૨)
શરદ પૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલી ભાતની (૨)
તું ના આવે તો શ્યામ,
રાસ જામે ના શ્યામ,
રાસ રમવાને વહેલો આવ. આવ. આવ. શ્યામ - તારા વિના
ગરબે ઘૂમતી ગોપીઓ,
સુણી છે ગોકુલની શેરીઓ (૨)
સુણી સુણી શેરીઓ માં,
ગોકુળની ગલીઓ માં,
રાસ રમવાને વહેલો આવ. આવ. આવ. શ્યામ – તારા વિના
અંગ અંગ રંગ છે આનંદ નો,
રંગ કેમ જાય તારા સંગનો (૨)
તું ના આવે તો શ્યામ,
રાસ જામે ના શ્યામ,
રાસ રમવા ને વહેલો આવ. આવ. આવ. શ્યામ – તારા વિના