તારો કાનો પાંચ વરસનો
કીર્તનના શબ્દો
બને ટીમ:
કે તારો કાનો પાંચ વરસનો, કે તારો કાનો પાંચ વરસનો
કે મારી રાધા સાત વરસની, કે મારી રાધા સાત વરસની,
કે જોડી કેમ જામશે રે, કે જોડી કેમ જામશે રે સાહેલડી
ક્રિષ્ના ટીમ:
કે મારો કાનો વધતો સરસતો, કે મારો કાનો વધતો સરસતો,
કે વધે જલ્દી વરસો વરસતો, કે વધે જલ્દી વરસો વરસતો,
કે જોડી બહુ જામશે રે, કે જોડી બહુ જામશે રે સાહેલડી
રાધા ટીમ:
કે તારો કાનો કુંવર તો કાળો, કે તારો કાનો કુંવર તો કાળો,
કે મારી રાધા છે રૂપાળી, કે મારી રાધા છે રૂપાળી
કે રંગ કેમ જામશે રે, કે રંગ કેમ જામશે રે સાહેલડી
ક્રિષ્ના ટીમ:
કે મારો કાનો કામણગારો, કે મારો કાનો કામણગારો,
કે ગોકુળમાં સૌને વ્હાલો, કે ગોકુળમાં સૌને વ્હાલો,
કે રંગ બહુ જામશે રે, કે રંગ બહુ જામશે રે સાહેલડી
રાધા ટીમ:
કે તારો કાનો કુંવર તોફાની, કે તારો કાનો કુંવર તોફાની
કે મારી રાધા છે અભિમાની, કે મારી રાધા છે અભિમાની
કે ઘર કેમ ચાલશે રે, કે ઘર કેમ ચાલશે રે સાહેલડી
ક્રિષ્ના ટીમ:
કે મારો કાનો પ્રેમ કહાની, કે મારો કાનો પ્રેમ કહાની,
કે ગોકુલની ગોપીયો દીવાની, કે ગોકુલની ગોપીયો દીવાની,
રમત બહુ જામશે રે, રમત બહુ જામશે રે સાહેલડી
રાધા ટીમ:
કે તારા કાના ને ભાવે માખણ, કે તારા કાના ને ભાવે માખણ,
કે મારી રાધા ને ભાવે મિસરી, કે મારી રાધા ને ભાવે મિસરી,
કે જમણ કેમ જામશે રે, કે જમણ કેમ જામશે રે સાહેલડી
ક્રિષ્ના ટીમ:
કે મારા કાના ને માખણ ભાવે, કે મારા કાના ને માખણ ભાવે,
કે માથે મિસરી પણ ભભરાવે, કે માથે મિસરી પણ ભભરાવે
રાધા ને બહુ ભાવશે રે, રાધા ને બહુ ભાવશે રે સાહેલડી
રાધા ટીમ:
કે તારો કાનો રાસ રમાડે, કે તારો કાનો રાસ રમાડે,
કે મારી રાધા ના રમવા આવે, કે મારી રાધા ના રમવા આવે,
કે રાસ કેમ જામશે રે, કે રાસ કેમ જામશે રે સાહેલડી,
ક્રિષ્ના ટીમ:
કે મારો કાનો બંસી બજાવે, કે મારો કાનો બંસી બજાવે
કે તારી રાધા ના ભાન ભુલાવે, કે તારી રાધા ના ભાન ભુલાવે,
કે રાસ બહુ જામશે રે, કે રાસ બહુ જામશે રે સાહેલડી
બને ટીમ:
એની વાત સુને છાની મની, એની વાત સુને છાની મની,
મારો વ્હાલો અંતરયામી, મારો વ્હાલો અંતરયામી,
કરે એ તો મનમાની, કરે એ તો મનમાની સાહેલડી
કે તારો કાનો પાંચ વરસનો, કે તારો કાનો પાંચ વરસનો
કે મારી રાધા સાત વરસની, કે મારી રાધા સાત વરસની,
કે જોડી કેમ જામશે રે, કે જોડી કેમ જામશે રે સાહેલડી