← બધા કીર્તન

તારો લાલો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

છાનો મનો (૨)

છાનો મનો આવ્યો કોઈ જો જો જરા લુકકી છુપીને

લુકકી છુપીને કોન, હું તારો લાલો ઓ મૈયા તારો લાલો

શું કરી છે તે ધમાલ આજ મળી ને સાથ ગ્વાલ (૨)

જૂઠો કપટીને તું નટખટ નટકી, તારી મીઠી વાતો માં હું ક્યાં અટકી

ગોકુલ ની ગોપીયો ની ફોળી મટકી

માખણ ચોરી લીધું જ્યાં મટકી લટકી

શું કરી છે તે ધમાલ આજ મળી ને સાથ ગ્વાલ (૨)

છાનો મનો આવ્યો કોઈ જો જો જરા લુકકી છુપીને

લુકકી છુપીને કોન, હું તારો લાલો ઓ મૈયા તારો લાલો

ઓ નટખટ મૈયા યશોદા થાકી તારી, થાક્યું છે ગોકુલ

ગોકુલના નર નારી

બીવે છે જાતા પનઘટ પનિહારી

શું કરશું જો માંગે મળશે ગિરધારી

શું કરી છે તે ધમાલ આજ મળી ને સાથ ગ્વાલ (૨)

છાનો મનો આવ્યો કોઈ જો જો જરા લુકકી છુપીને

લુકકી છુપીને કોન, હું તારો લાલો ઓ મૈયા તારો લાલો

તું બાળક નાનો તારી લીલા ન્યારી, તારા થી મૈયા જશોદા પણ હારી

રોષે ભરાઈ લવ જો તુજને મારી

તો ગોપી કહે કાન્હા હું તુજ પાર વારી

શું કરી છે તે ધમાલ આજ મળી ને સાથ ગ્વાલ (૨)

છાનો મનો આવ્યો કોઈ જો જો જરા લુકકી છુપીને

લુકકી છુપીને કોન, હું તારો લાલો ઓ મૈયા તારો લાલો

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.