તારો નેડો લાગ્યો
કીર્તનના શબ્દો
તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ રે
રાજા રણછોડ રે રંગીલા રણછોડ રે - તારો
અધમ ઓધારણ નામ તમારું મહાતમ તેનું મોટું રે
હરતા ફરતા તુજને સમરું બાકી સર્વે ખોટું રે - તારો
કાશી દેખી દેખી દ્વારકા તીરથ દીઠા ઝાઝા રે
સત્સંગ માં બેઠો ત્યારે મનડે મૂકે માઝા રે - તારો
ભવસાગર માં હું અથડાતો સગા-સબંધી લૂંટે રે
દાસ ઉપર જો દયા કરો તો ભવનાં બંધન તૂટે રે - તારો