← બધા કીર્તન

તૈલંગ તિલક

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ

કંઠે ઉપરણા સુંદીર ધોતી

ભાલ તિલક ઝળકે મોતી - તૈલંગ

નહીં હીરા મોતીની માળા

સાદી રચના તુલસીની માળા

- તૈલંગ

મુખ કાંતિ ની શોભા નિહાળી

મંદ હાસ્ય ને રસભર વાણી - તૈલંગ

અમૃત વાણી નયને ઝરતી

ગંભીર વાણી કરુણાની મૂર્તિ - તૈલંગ

સોમ યજ્ઞ સો કર્યા ત્યારે

પ્રગટ થયા પુરુષોત્તમ પ્યારે - તૈલંગ

ભવસાગર ને તરવા માટે

ષોડશ ગ્રંથ નૌકા દીધી આપે - તૈલંગ

જે જન વલ્લભ શરણે આવે

પુષ્ટિ રસતણું અમૃત પાવે - તૈલંગ

પરમાનંદ પ્રભુ પરમ કૃપાળુ

ચરણકમળ માં ચિત્ત વૃત્તિ આપો - તૈલંગ

તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.